પી. પી. માણીયા હોસ્પિટલ

 • ppmaniyacashless@gmail.comઅમને તમારી ક્વેરી ઇમેઇલ કરો

 • +૯૧- ૯૯૭૯૦૯૩૯૩૬સોમ - શનિ: ૯:૦૦ - ૧૮:૦૦

 • મારુ નાનું બાળક ખાતું કેમ નથી? (0 થી 2 વર્ષ)
  નાનું બાળક બરોબર ખાતું ન હોય તો તેનું વજન વધે નહિ, નબળું દેખાય અને વારંવાર માંદુ પડે માટે માતાને ચિંતા થાય તે સ્વાભાવિક છે. બાળ આહાર વિષે થોડું સાચું જ્ઞાન હોય તો બાળ ઉછેર સરળ બને છે અને સારો થાય છે.
 • બાળકનો ખોરાક બરોબર છે કે નહીં તે કેમ જાણવું?

  કોઈપણ બે બાળકો સરખા નથી માટે દરેક બાળકનો ખોરાક જુદો હોવાનો જ. એક બાળકનો ખોરાક પણ તેના મુડ અને સ્વાસ્થ્ય પ્રમાણે બદલાય છે. ,અંતે માતાએ બીજાના બાળકની સરખામણી માં પોતાનું બાળક ઓછું ખાતું લાગે તો ચિંતા કરવી નહિ. જો તમારું બાળક ગમે તેટલું ઓછું ખાતું લાગતું હોય પણ તે હસતું રમતું હોય સારી રીતે ઊંઘતું હોય અને વજન બરોબર વધતું હોય તો તેનો ખોરાક બરોબર છે એમ માનવું. તેની વિરુદ્ધ માં બાળકને બધું બરોબર હોય પણ વજન ઓછું હોય તો ખોરાક અપૂરતો કહેવાય. સામાન્ય વજન અને વૃદ્ધિના થોડા આંકડા જોઈએ.

  ઉમર વજન ઉમર વજન
  જન્મ સમયે 2।। થી 3 કિલો 1 વર્ષ 8।। થી 9 કિલો
  પાંચ મહિને 5 થી 6 કિલો 2 વર્ષ 11થી 12

  પ્રથમ ચાર મહિના માં દર મહિને 800 ગ્રામ વજન વધે
  ચાર થી છ મહિનામાં દર મહિને 600 ગ્રામ વજન વધે
  છ થી બાર મહિનામાં દર મહિને 300 ગ્રામ વજન વધે

 • બાળક ખાતું કેમ નથી?

  બાળક ના ઓછું ખાવાના ઘણા કારણો છે. મુખ્ય જોઈએ તો

  બીમારી :- માંદગી એ સૌથી અગત્ય નું કારણ છે. બાળક માંદુ પાડવાનું હોય કે માંદુ હોય ત્યારે ઓછું ખાય તે સ્વાભાવિક છે તે માટે ચિંતા કરવી નહીં. જો બહારથી સારા દેખાતા બાળકનો ખોરાક ઓછો હોય કે થઇ જાય તો માંદગી માટે તાપસ કરાવવી.

  વધુ પડતું દૂધ - ધાવણ :- બાળક જરા રડે કે તેને ધાવણ કે બાટલી આપવાથી તેને ધાવણ-બાટલી ની ટેવ પડે છે અને ખાવા ની ટેવ પડતી નથી. છ થી બાર માસમાં ધાવણ-બાટલી ચાર વાર આપવા અને એક વર્ષ પછી છોડાવી દેવા એક વર્ષ પછી દૂધ 0।। શેર જ આપવું વધુ દૂધ પીતા બાળકો ખાતા નથી.

  ખાતા શીખવ્યું ન હોય :- પેહલા બે વર્ષ માં બાળક ને ખવડાવવા કરતા ખાતા શીખવવાનું હોય છે। બાળક ને ચમચી પકડતા ,ચાવતા ,ગળતા ,ખોરાક પારખતા બધું જ શીખવવું પડે છે. તેનાં સ્વાદો નો વિકાસ કરવો પડે. તેને ચોક્કસ ખોરાક નિયત સમયે ખાવાની ટેવ પાડવી પડે. તેની ચમચી ,વાટકી,થાળી ,પ્યાલો ,બેસવાની જગ્યા નક્કી જોઈએ જેથી તેનેtev પડે. ખાતા શીખવ્યા વગર નાં કે ટેવ વગર ના બાળકો ખાતા નથી.

  સમય અને આવડત નો અભાવ:- ઘણી માતાઓ નોકરી અને અન્ય ઘરકામ માં એટલે વ્યસ્ત હોય છે કે તેને બાળકો ને ખવડાવવાનો પૂરતો ટાઈમ જ મળતો નથી. દિવસનાં બે કલાક ખવવડાવા માં કાઢવા પડે. તમારી ઉતાવળે બાળક ખાશે નહીં બાળકને ખવવડાવાની પણ આવડત હોવી જોઈએ. બાળકનાં ખોરાક નો આધાર કોણ ખવડાવે અને કેવી રીત ખવડાવે તેના પર છે. ગુસ્સો,બળજબરી ધમકી કે બીક થી બાળક કદી સારું ખાશે નહીં.

  આહાર:- ખોરાક બાળક ને ઉમર ,દાંત ચાવવાની શક્તિ ને અનુલક્ષી ને હોવો જોઈએ પાંચ-છ મહિને પ્રવાહી ખોરાક છ-બાર મહિના અર્ધ પ્રવાહી ,નરમ ,પોચો ખોરાક અને એક વર્ષ પછી જ ચાવવાનો કરડવાનો ખોરાક અપાય કઠણ ,વાશી જાડો ,મોટા ટુકડાંવાળો સૂકો ખોરાક બાળક ને હંમેશા ઓછો ખાશે બહુ મસાલાવાળો તીખો ,કડવો કે તૂરો ખોરાક પણ બાળક ને પસંદ નથી.શાકભાજી નરમ હોવા જોઈએ.બાળક ના ખોરાક માંથી માખણ,ખાંડ,ગોળ હોય તે સારું.

  પ્રકૃતિ અને શરીર રચનાં :- દરેક બાળક ને પ્રકૃતિ જુદી છે. કોઈ ખુબ ખાઉંધરું હોય, તો કોઈ રમતિયાળ વધુ હોય.કોઈ ખાવા નું જલ્દી કોઈ ને પાછળ મેહનત કરવી પડે.કોઈ બાળક ને ધાવવાની પડી જ હોતી નથી તો કોઈ ધાવણ છોડતું નથી.બાળક ની પ્રકૃતિ ને સ્વીકારી કામ લેવુંKOI બાળક નાનપણ થી નાના અને એકવડા બાંધા ના હોય છે તો કોઈ મોટા કદ ના હોય અને તેની ખોરાક પણ તે પ્રમાણે જુદો હોય.બાળક ખુબ ભૂખ્યું હોય.ઊંઘવાનું થયું હોય,મુસાફરી કે અન્ય પ્રવતિ કંટાળેલું હોય તો ખાશે નહિ રમવા ઇચ્છતું હોય અને ખાવાના મૂડમાં ન હોય તો પણ ખાશે નહિ..

 • બાળક ને ખવડાવવાં શું કરશો ?
  • બાળકની નિયમિત હેલ્થ ચેકઅપ કરવો અને ઘરે વારંવાર તેનું વજન કરો જેથી તેની વિકાસ અને ખોરાક બરોબર છે કે તે ખબર પડે.
  • બાળકનું હિમોગ્લોબીન ઘટે નહિ માટે ચાર માસ પછી આર્યનના ટીપા આપવા અને એક વર્ચ પછી આર્યન સીરપ આપો દર ચાર મહિને એકવાર હિમોગ્લોબીન ચેક કરવો.
  • બાળકને દાંત આવે બેસ્ટ શીખે અને કોઈપણ વસ્તુ મોઢામાં મૂકે ત્યારે માનવું કે ખાવા માટે તૈયાર છે. બહુ મોડા કે બહુ વેહલા ખવડાવવાથી તે ખાતું નથી.
  • બાળકને ખાતા શીખવવા ઘરમાં તેની એક ખાવા બેસવાની જગ્યા નક્કી કરો. હંમેશા ત્યાં બેસાડી ગાળામાં એક કાકડો બાંધી તેની વાટકી, ચમચી, ગ્લાસ, થાળી, , જુદી રાખી તેમાં જ ખવડાવો પેહલા થોડા દિવસ તેની સામે બેસી માતાએ ખાવું, બાળક નકલ કરીને ખાતા શીખશે અને જેવું બાળકને તમે નિયત જગ્યાએ બેસાડશો એટલે ખાવા માટે તૈયાર થશે.
  • બાળક માંદુ હોય, મૂડમાં ન હોય, થાકેલું હોય, ઊંઘવાનું હોય તો બળજબરીથી કે બીવડાવીને ખવડાવશો નહિ.
  • બાળકને એવી રીતે ખવડાવો કે જેથી તેને ખાવામાં આનંદ આવે, આનંદ આવશે તો જ તે ખાશે.
  • બાળકને એક પછી એક આઈટમ ખાતા શીખવો. તેને બધું નહિ પણ વધુ ખવડાવવા પાર ભાર મુકો.
  • બાળકને હંમેશા ગરમ, તાજો નરમ ખોરાક આપો.સમયસર બાટલી-ધાવણ બંધ કરી છોડાવી દો.
  • બાળક ખાતું થઇ જાય તેવી દવા આવતી નથી. ભૂખ લાગવાની દવાઓ હાનિકારક છે ખોરાકની જગ્યાએ ચાલે અને બાળકને તંદુરસ્ત બનાવે તેવી દવા પણ હાજી શોધાઈ નથી. સામાન્ય રીતે બાળકના નબળા શરીરનો અને ઓછું ખાવાનો પ્રશ્ન દવાથી ઉકેલી શકાય નહિ.
 • મારુ બાળક ખાતું કેમ નથી ? (2 થી 12 વર્ષના બાળકો માટે)

  બે થી બાર વર્ષની ઉંમરના ઘણા બાળકો ખાવાની બાબતમાં તેમના વાલી માટે સમસ્યા રૂપ છે. કેટલાક બાળકો અમુક કારણોસર ખરેખર ઓછું ખાતા હોય છે. આવા બાળકોનું વજન ઉંમરના પ્રમાણમાં ઓછું હોવાથી દુબળા પાતળા દેખાય છે. કેટલાક બાળકો બરોબર ખાતા હોય છે. પણ માં-બાપને તેમના ખોરાકની માત્રા થી સંતોષ હોતો નથી. આવા બાળકોનું વજન તેમની ઉમર અને ઉંચાઈ પ્રમાણે બરાબર હોય છે. જો તમારા બાળકનું દર વર્ષે વજન અઢી કિલો અને ઉંચાઈ પાંચ સે.મી વધતી હોય તો તેનો ખોરાક પૂરતો છે એમ મણિ શકાય. બાળક કેટલું ખાય તે અગત્યનું નથી, શું ખાય તે પણ અગત્યનું નથી પરંતુ જે કઈ ખાય તે આનંદથી ખાય, ખુશીમાં રહે, સ્ફૂર્તિમાં રહે અને બરાબર વધે તે અગત્યનું છે. એક બાળકના ખોરાકની સરખામણી બીજા બાળકના ખોરાક સાથે થઇ શકે નાતી કારણ કે દરેક બાળક જુદું છે અને દરેક બાળકની જરૂરિયાત જુદી હોય છે.

  જે બાળક જમવાના સમયે આવે નહિ, ખાવાનું મોઢામાં ભરી રાખે, ખુબ ધીમે ખાય ભોજન પાર લમ્બો સમય બેસી રહે, ખોરાક જોડે રમત કરે, ખાતા ખાતા પેટમાં દુખવાની ફરિયાદ કરે, ખાધા પછી ઉલ્ટી કરે, ખાવાની આમતેમ નાખી દે કે સંતાડી દે છાંડે ખોરાકની આઈટમ નો ખોટો ખોટો વાંક કાઢે તો માનવું કે તેને ખાવું નથી અને કોઈ બળજબરીથી ખવડાવી રહ્યું છે. બળજબરીથી ખવડાવેલું કદી ગુણ કરતુ નથી.

  બાળકના ખરેખર ઓછું ખાવાના થોડા કેસોમાં બાળક કારણભૂત છે પણ મોટાભાગના કેસોમાં માં-બાપની ગેરસમજૂતી અને ગેરવર્તણૂક જ વધારે જવાબદાર હોય છે. કેટલાક ઘરોમાં તો બાળકના ઓછા ખોરાક માટે વડીલો વચ્ચે અંદરો- અંદર ઝગડા પણ ખુબ થાય છે.

  પ્રથમ બાળકના કારણોની ચર્ચા કરીયે ઉમર સૌથી અગત્યનું કારણ છે. બે થી બાર વર્ષમાં બાળકનું શરીર ઓછું વધે છે. અને બુદ્ધિ વધુ વધે છે. માટે આ ઉંમરમાં તેને ખોરાક ઓછો જોઈએ અને ખાવામાં દિલચસ્પી હોતી નથી.તે રામતીયાળુ વધુ હોય છે. તેને નવું જાણવા જોવાનું વધુ ગમે છે. દશ થી બાર વર્ષમાં જુવાની શરુ થતા તેનો ખોરાક આપોઆપ વધશે. માંદગીએબીજું અગત્યનું કારણ છે. બાળક માંદુ પાડવાનું હોય, કે માંદુ હોય ત્યારે ઓછું ખાય તે કુદરતી છે તેનો સ્વીકાર કરવો અને ચિંતા કરવી નહિ. માંદગી જતા બાળકને ફરી ભૂખ લાગશે. બાળકનું હિમોગ્લોબીન ઓછું હોય કે અંદરખાને કોઈ રોગ હોય તો પણ ઓછું ખાય છે. ત્રીજું અગત્યનું કારણ અભ્યાસનું અતિશય માનસિક દબાણ છે. ઘણા બાળકોને તો શાળા, ટ્યુશન, રીક્ષા વચ્ચે એટલી દોડાદોડી થાય કે બાળકને નિરાંતે ખાવાનો સમય મળતો નથી. અંગ્રેજી મધ્યમાં ભણતા અને શાળા ઉપરાંત ધર્મનું પઢવા જતા બાળક પર આ ટેન્શન વધુ હોય છે. જે બાળક ખુબ રમતિયાળ હોય, શરીર પાતળું હોય તેનો ખોરાક બેઠાડુ જીવન ગાળતા જાડા બાળક કરતા ઓછો હોય છે કારણ કે કસરત અને રમતોથી ભૂખ ઓછી લાગે છે.

  બાળકના ઓછા ખોરાક માટે કૌટુંબિક કારણો જોઈએ તો સૌથી અગત્યનું કારણ ખવડાવવા માટેની ધાકધમકી, મારપીટ, બીક કે લાલચ છે. આ રીતોથી બાળક થોડા સમય માટે કદાચ ખસે પણ તેને ખોરાક અને ખવડાવનાર પ્રત્યે ધિક્કારની લાગણી થવાથી લાંબી ગળે ઓછું જ ખાશે મન વગરનું ખાવાથી વજન વધવાને બદલે ઘટે છે. જે ઘરોમાં સતત ઝગડા-કંકાસ થતા હોય તે ઘરમાં બાળક ઓછું ખાય છે. જે બાળક ખુબ લાડમાં ઉચાર્યુ હોય અને તેના ખોરાક અને વધુ પડતું મહત્વ અપાતું હોય તે બાળક પોતાનું ધાર્યું કરાવવા આપણા નેતાઓની જેમ વારંવાર ન ખાવાની ધામી આપશે અને રીસાયી જશે. જે ઘર માં ખોરાકની ખુબ છત હોય, બાળકને માંગે ત્યારે જે જોઈતું હોય ત્યારે જે મળતું હોય, બાળકના ખોરાકની વારંવાર તેની હાજરીમાં જ ચર્ચા થથી હોય, બાળકના ખોરાકને ખુબ મહત્વ અપાતું હોય તેવા ઘરોમાં હંમેશા ખાવામાં આડાઈને જીદ કરે છે. જે બાળકોને વર્ષ દોઢ વર્ષ પછી પણ ધવડાવવામાં આવે બાટલી ચાલુ રાખવામાં આવે કે અડધા કિલો કરતા વધુ દૂધ આપવામાં આવે તે બાળકો બીજો ખોરાક ખાતા નથી. ભાન ખારોમાં ગરીબાઈ કે જુબી ખોટી માન્યતાને કારણે બાળકને કેળા ગોળ, ખાંડ, મીઠાઈ જેવો ભાવતો ખોરાક મળતો નથી. ઘરમાં બનતો ખોરાક સ્વાદિષ્ટ હોતો નથી તેથી તે ઓછું ખાય છે. આવા બાળકો બીજાના ઘરનો કે બજારુ ખોરાક વધુ ખાય છે. આ ચર્ચા પરથી સમજાશે કે ઓછું ખાતા બાળકોને નબળા દેખાતા બાળકને ટોનિક દવા કે ભૂખ લાગવાની કોઈ દવા ફાયદો થાટનો નથી. દવાથી રોગ સારો થાય અને ખોરાકથી શરીર સારું થાય. ખોરાકની જગ્યાએ ચાલે અને બાળકને તંદુરસ્ત બનાવો. તેવી દવા શોધાઈ નથી. ભૂખ લાગવાની દવામાં દારૂ તથા સીપ્રોહેપ્ટાડીન જેવી પ્રતિબંધક દ્રવ્યો આવે છે જે શરીરને નુકશાન કરે છે ભૂખ્યું બાળક મન નહિ હોય કે મનડું હશે તો પણ ખાશે નહિ.

 • બાળક ખાતું ના હોય તો શું કરશો?
  • બાળકની સંપૂર્ણ શારીરિક તાપસ કરવો અને ઘરે દર છ મહિને ઉંચાઈ તથા વજન માપી નોંધ રાખો.
  • બાળકના ગામ- અણગમાને માં આપો અને બળજબરીથી ખવડાવો નહિ.
  • બાળકને ખવડાવા માટે હંમેશા વધુ પડતા કાલાવાલા કરશો નહિ.
  • ઘરમાં શિસ્ત રાખો અને બાળક ખુબ આડાઈ કરે તો ખાવાનું લઇ લેવું અને ભૂખ્યું રાખવું થોડી કડકાઈ પણ કરવી.
  • બાળકને બાટલી - ધાવણની ટેવ એક વર્ચ પછી ચોદાવી દો. દૂધ અડધા શેર કરતા વધુ આપશો નહિ. ન ભાવતું હોય તો દૂધ બળજબરીથી પીવડાવશો નહિ તંદુરસ્તી માટે દૂધ જરૂરી નથી.
  • વજન વધારવા માટે બાળકના ખોરાકમાં ઘી, તેલ, માખણ તથા ખાંડ અને ગોળનો છૂટથી ઉપયોગ કરો.
  • બાળકને રમતા રમતા ખવડાવો. નાસ્તો વધુ આપો.
  • બાળકના ખમીશ કે ફ્રોકનું મોટું ગજવું રાખો અને તેને સૂકા નાસ્તાથી ભરેલું રાખો. બાળક આપોઆપ ખાશે.
  • 10 ઈચ ઉંચી 3 થી 4 ઈચ ના મોઢાવાળી પ્લાસ્ટિકની બરણીમાં સીંગ, ચણા તથા મમરા પ્રત્યેક 50 ગ્રામ મેળવી બાળકને આપી દો અને ખાય તેટલા ખાવા દો. બરણી ભરેલી રાખો.
  • બાળકને બીજા બાળકો જોડે બેસી ખવડાવો અથવા મોટા માણસ સાથે. કારણ બાળક નકલથી કે જોઈને ખાશે.
  • બાળકોને જાતે ખાવા દો. હંમેશા ખવડાવશો નહિ.
  • બાળક કોઈકવાર એકની એક વસ્તુ ખાય તો જરૂર આપજો ખુબ આપશો તો થોડા વખતમાં કંટાળી જશે.
  • બાળકને કોઈકવાર બજારનો ખોરાક જરૂર લઇ આપવો પરંતુ બહારનો ખોરાક ખાવા પૈસા માટે આપવાની ટેવ પાડશો નહિ.
  • સવારે થોડું વેહલું ઉઠાડવું, જેથી શાળાએ જતા પેહલા નાસ્તો કરવાનો પૂરતો સમય રહે.
  • સમય પત્રક બનાવી સમયસર ખાવાની યોગ્ય ટેવ નાનપણથી પાડો.
 • બાળકનો શું ખવડાવશો?

  જમણમાં :- પુરી, પરાઠા, રોટલી, ખુબ પાતળો રોટલો, સાથે ગોળ, ઘી, રસાવાળા શાક, દહીં, કચુંબર, રાયતું, પાપડ, દાળ, કાઢી, ફણગાવેલા કઠોળ, અન્ય કઠોળ, વરડુ, ખીચડી, ભાટ, પુલાવ અને ખાતા હોય તો નોનવેજ ખોરાક.

  ગરમ નાસ્તો :- સવારે હાંડવો, ઉપમા, શિરો, ઈડલી, થેપલા, મુઠયા, આમલેટ, બટર-ટોસ્ટ લાપસી, બટાકા પૌવા, દૂધ પૌવા, ગરમ પાઠિયા.

  ઠંડો સૂકો નાસ્તો :- સાંજના કે શાળાએ લઇ જવા ચીકી, ખજૂર, લાડવો, ચેવડો, ગોડ પાપડી, ગાંઠિયા, બટાકાની કાતરી, ભેળ, સીંગ ચણા, પાપડ પૌવા, ડ્રાયફ્રુટ, બિસ્કિટ, બધાજ જ ફળો, કેળા પણ સારા.

  પીણાં :- છાશ, લસ્સી, શેરડીનો રસ, તરોપો, મોસંબીનો રસ, દૂધનો ઉકાળો, મિલ્ક શેઈક, ચોકલેટ મિલ્ક ઇત્યાદિ.

  હું ઓછું આપશો? :- બહારના ફેન્ટા, કોલા જેવા ઠંડા પીણાં, આઈસ ગોળા, હલકા આઈસ્ક્રીમ, સસ્તો ચોકલેટ, ટીકડી ગોળા, ચા કોફી તેમજ ખુલ્લો, અસ્વચ્છ હલકો બજારુ ખોરાક.

 • હિમોગ્લોબીન
  મનુષ્યના લોહીના બે ભાગ છે. પાણી જેવા પ્રવાહી ભાગને 'પ્લાઝ્મા કહેવામાંave છે. અને તેમ રકાબી આકારના રક્તકણો તરત હોય છે. લોહીના એક ટીપામાં આશરે પાંચ લાખ રક્તકણો હોય છે. દરેક રક્તકણમાં રક્ત દ્રવ્ય એટલે કે હિમોગ્લોબીન ભરેલું હોય છે. આ હિમોગ્લોબીન ફેફસામાંથી પ્રાણવાયુ ચૂસી શરીરના દરેક અવયવને પોંહચાડે છે. પ્રમાણવાયું વાળું હિમોગ્લોબીન લાલ રંગનું હય છે. અને પ્રાણવાયુ વિનાનું હિમોગ્લોબીન ભૂરું કે કળા રંગનું હોય છે. હિમોગ્લોબીન ઓછું હોય તો લોહી પીળું અને ફિક્કું દેખાય છે. મનુષ્યની ચામડીના રંગનો થોડો આધાર તેના લોહીના રંગ પાર છે. અને લોહીના રંગનો આધાર હિમોગ્લોબીન પાર છે. સ્ત્રીઓ અને બાળકોમાં હિમોગ્લોબીન નું પ્રમાણ 12 ગ્રામ અથવા 85% હોવું જોઈએ પુરુષોમાં 14.5 ગ્રામ એટલે કે 100% હોવું જોઈએ. હિમોગ્લોબીન ઓછું હોય તેને ડોક્ટરો એનિમિયા કહે છે.
 • હિમોગ્લોબીન ઘટાડવાથી (એનિમિયા થવાથી ) શું થાય છે?
  હિમોગ્લોબીન ઓછું થવાથી શરીરના દરેક અવયવને પ્રાણવાયુ મળતો ઓછો થાય છે. જેથી બાળકની ભૂખ મારી જાય, ઓછું ખાય વજન વધે નહિ, ઊંઘ ઓછી થાય, માટી ખાય, કજિયા ખોર અને ચીડિયા સ્વભાવનું થઇ જાય, જલ્દી થાકી જાય, નબળું લાગે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાથી વારોવર માંદુ પડે અને મગજ ઓછું ચાલવાથી ભણવામાં નવું શીખવામાં અને વિકાસમાં પાછળ પડે છે.
 • હિમોગ્લોબીન કયારે ઘટે ?
  હીમોગ્લોબિનની ઉણપ ઘણી રીતે થઇ શકે છે. બાળકને ખોરાક કે દવા દ્વારા પરંતુ લોહતત્વ (IRON) ન મળવું હોય તો તેનું હિમોગ્લોબીન ધીમે ધીમે ઘટે છે. જાડિયા બાળકોનું અધૂરા માસે જન્મેલા બાળકનું તેમજ લાંબો સમય બાટલીથી વધુ પડતું દૂધ પિતા બાળકનું હિમોગ્લોબીન સામાન્ય રીતે ઘણું ઓછું હોય છે. મેલેરિયા તથા શર્દી, ઝાડાની વારંવાર ની માંદગી થી હિમોગ્લોબીન ઓછું થાય છે. થેલિસીમિયા કે સિકલ સેલ જેવા લોહીના જન્મગત રોગોમાં પણ હિમોગ્લોબીન વધતું નથી, બાળકના શરીરમાં લોહી વહી જાય ત્યારેtenu હિમોગ્લોબીન ઘટી જાય છે. ગામડામાં મોટા બાળકોમાં ઘણીવાર અંક્રુકૃમિ ( હુક વર્મ) થવાથી હિમોગ્લોબીન ઘટે છે.
 • હિમોગ્લોબીન ઘટે નહિ તે માટે શું કરવું?
  હિમોગ્લોબીન ઘટે નહિ તે માટે બાળકોને લોહતત્વવાળો ખોરાક જોઈએ દરેક બાળકને દરરોજ મી. ગ્રામ લોહતત્વ મળવું જોઈએ લીલા પાંદડાવાળી ભાજી ( મેથી, મૂળ, તાંદળજો), ઘઉં, બાજરો, ચાના તથા ઈડા, મટન કલેજી જેવા ખોરાકમાં લોહતત્વ હોય છે. દૂધમાં કેલ્શિયમ વધારે હે. પણ લોહતત્વ તદ્દન અલ્પવત છે સામાન્ય રીતે દરેક બાળકને 4 માસની ઉંમરથી 2 વર્ષ સુધી લોહતત્વવાળી દવા નિયમિત આપવી જોઈએ.

  હીમોગ્લોબિનની માત્ર કોઈપણ ક્લિનિક લેબોરેટરીના લોહીના એક ટીપાંમાંથી નક્કી કરી શકે છે. દરેક બાળકની હિમોગ્લોબીનની માત્ર દર છ માસે માપવાની જોઈએ.
 • હિમોગ્લોબીન કેવી રીતે વધારી શકાય ?
  હિમોગ્લોબીન જરાક જ ઓછું હોય તો દવાથી ધીમે ધીમે વધારી શકાય છે. આવી દવાથી બાળકના દાંત અને સંડાસ કળા રંગના થાય છે કેટલીકવાર બાળકને કબજિયાત કે પાતળા ઝાડા થાય છે.
  સાધારણ ઓછું હિમોગ્લોબીન હોય અને ઝડપથી વધારવું હોય તો લોહતત્વવાળા ઇન્જેકસન લેવા પડે છે. આ ઇન્જેક્સનો થોડા દુખે છે. ચામડી કાળી કરે છે અને કોઈકવાર તાવ લાવે છે તે સિવાય તેની બીજી કોઈ વિપરીત અસર થતી નથી.
  હિમોગ્લોબીન વધારે ઓછું હોય અને તેને તાત્કાલિક વધારવાની જરૂર પડે તો બાળકને આખું લોહી કે તેમના રક્તકણોને જુદા કરીને આપવું સલાહ ભરેલું છે.
 • ખાસ અગત્યનું
  તમારા બાળકની હિમોગ્લોબીનની માત્ર ________________ગ્રામ એટલે કે ___________________% છે. તેની તંદુરસ્તી માટે તમારા ડૉક્ટર કહે તે પ્રમાણે તાત્કાલિક ઉપચાર કરો. દર મહિને લોહી ટેસ્ટ કરવો અને બાળકનું હિમોગ્લોબીન સંતોષકારક થાય નહિ ત્યાં સુધી સારવાર ચાલુ રાખો.
  લેખક :- ડો. બિપિન દેસાઈ, એમ.ડી ચાઈલ્ડ સ્પેસ્યાલીસ્ટ, ચીલ્ડરેં હોસ્પિટલ , મજૂરાગેટ સુરત.
  નોંધ :- આ પત્રિકા કોઈપણ વ્યક્તિને પોતાના નામે છાપવી કે છપાવવી નહિ. આ અને બીજા વિષયની માહિતી પત્રિકાઓ કોઈપણ ડોક્ટર તેમજ સંસ્થાને દર્દીને વહેંચવા માટે મોટા જથ્થામાં ચિલ્ડ્રેન હોસ્પિટલ, મજૂરાગેટ , સુરત-2, પરથી મળી શકશે.
 • તાવ વિષે સામાન્ય માહિતી
  તાવ એ બાળકના સ્વાસ્થ્યનો સૌથી સામાન્ય પ્રશ્ન છે. બાળકના ડૉક્ટર પાસે આવતા અડધો અડધ કેસો તાવના હોય છે. તાવ આટલો સામાન્ય હોવા છતાં પ્રજામાં તેના વિષે ઘણી ગેરસમજ પ્રવર્તે અને તાવ વીષેની સાચી વૈજ્ઞાનિક માહિતીના અભાવે ઘણીવાર બાળકના વાલીઓ ગભરાટ, અકળામણ, અધીરાઈ અને અન્ય લોકોની ખોટી સલાહથી અટવાઈ જાય છે.
  મોટા ભાગના રોગો વિવિધ જીવાણુ (બેક્ટેરિયા) કે વિષાણુ (વાયરસ) થી થાય છે. રોગ લાવતા જંતુને મારવા માટે અપને પાણી, કપડાં, વાસણ ઉકાળીએ છીએ કારણ કે આપણને ખબર છે કે ઉંચા ઉષ્ણતામાન રોગ ઉત્પન્ન કરનાર જંતુઓ મારી જાય છે. આજ સિદ્ધાંત પ્રમાણે જયારે રોગોના જંતુ શરીરમાં પ્રવેશે છે, ત્યારે કુદરતી રોગોને મારી હટાવવા શરીરનું ઉષ્ણતામાન ઉંચુ લઇ જાય છે. જેને આપણે તાવ આવ્યો એમ કહીયે છીએ અને જયારે રોગના સર્વ જંતુ મરી જાય છે. અને રોગો ઓછો થવા માંડે ત્યારે ધીમે ધીમે કુદરત શરીરનું ઉષ્ણતામાન ઘટાડે છે. આમ તાવ લાવી કુદરત પ્રાણીને રોગ મુક્ત કરવા પ્રયત્ન કરે છે. માટે તાવ ખરાબ નથી તાવ એ શરીરને નુકશાનકર્તા નથી, તાવ ઉત્પન્ન કરનાર રોગ ખરાબ, મોટો કે નાનોhoi શકે , આમ એક વસ્તુ તો સ્પષ્ટ છે કે તાવ એ જાતે રોગ નથી, એ તો શરીરમાં પ્રવેશેલો કોઈક રોગોનું ફક્ત બહારનું લક્ષણ જ છે. ઇફૉઇડ, કમળો, શરદી, ઝાડા, ટી.બી જેવા લગભગ અઢીસો રોગોમાં તાવ આવી શકે છે. પણ રડવાથી, બીક લાગવાથી, ભારે ખાવાથી, કરમથી, દાંત આવવાથી કે ગુપ્ત મહારાજથી તાવ આવતો નથી. તાવ આવે ત્યારે તાવ ઉતારવાની ઉતાવળ કરવાને બદલે કે આડેધડ ગમે તેમ દવા લેવાને બદલે ડૉક્ટર તથા દર્દી બંનેએ તાવનું કારણ જાણી તાવ પેદા કરનાર રોગ પારખવાનો પ્રત્યન કરવો જોઈએ. સાચું નિદાન કરી થોડી મોદી શરુ કરેલ્લી દવા વધુ અસરકારક છે. જયારે ઉતાવળે નિદાન વગર, અટકળે ચાલુ કરેલી દવા ઘણીવાર બહુ અસરકારક તાથી નથી. તાવનું નિદાન કરવા માટે દર્દીની વારંવાર સંપૂર્ણ ઝીણવટ ભરી તાપસ કરવી પડે છે. તથા લેબોરેટરી, એક્સ-રે વિગેરેના ટેસ્ટ પણ કોઈકવાર કરાવવા પડે છે. રોગની શરૂઆતમાં કેટલાક ટેસ્ટમાં ઘણીવાર કારણ મળતું નથી, પણ પાછળથી કેટલાક ટેસ્ટ્મા મળે છે. તેજ પ્રમાણે ઘણીવાર રોગના બીજા ચિન્હો બહાર ન પડે ત્યાં સુધી પાકું નિદાન કરવું મુશ્કેલ પડે છે. દર્દીના સારા નસીબે શરદી, ખાંસી, ઝાડા વેગેરે નાના રોગોમાં થતા તાવનું નિદાન બહુ મુશ્કેલ બેઠી, અને આવા મોટાભાગના તાવ ધીરજ રાખવામાં આવે તોbe-ત્રણ દિવસમાં આપો આપ સારા પણ થઇ જાય છે. ફક્ત મોટા ગંભીર રોગોના તાવમાં જ તકલીફ થાય છે.
 • તાવ આવે ત્યારે ઘરે શું કરવું?
  સૌ પ્રથમ તો તાવ એટલે ગભરાઈ જય દોડાદોડી કરવાની જરૂર નથી. તાવ આવ્યો એનો અર્થ એ કે બાળકને કોઈ ચેપી રોગ લાગ્યો છે. દશમાંથી નવ તાવ નાના સામાન્ય રોગના હોય છે. એટલે ગભરાઈને તુરંત ડોક્ટર ને ત્યાં દોડી જવાની કે જાતે જાતે દવા ચાલુ કરી દેવાની જરૂર નથી. પેહલા તો ઘરગથ્થું નીચેની સારવાર કરો.
  તાવવાળા બાળકને શાળાએ મોકલવું નહિ, તેની સાથે મુસાફરી કરવી નહિ કે તેને માટે પાર્ટી પીકનીક રાખ્યા હોય તો કેન્સલ કરવા, બાળક ઘરમાં રમે તો રમવા દેવું, પાણી તથા અન્ય પ્રવાહી વધારે આપવું.
  બાળકનો ખોરાક બંધ કરવો નહિ. તાવમાં ખોરાક બંધ કરવાથી બાળક વધુ અશક્ત થઇ જાય છે. તેની ભૂખ મરી ગઈ હોય તો સમજાવી પટાવી તેને ખોરાક આપતા રેહવું. આધુનિક વિજ્ઞાનના માટે પ્રમાણે કોઈ પણ રોગના તાવમાં પરેજી પાડવાની જરૂર નથી.
  બાળકને સદા સુતરાઉ કપડાં પહેરાવવા, તાવમાં પોલિએસ્ટર ના કપડાં પહેરવાથી કે ગરમ કપડામાં વધુ વીંટાળવાથી બાળકને અકળામણ થાય છે. અને તાવ પણ વધુ ચડે છે. ટાઢ ચડતી હોય તો જ ધાબળો ઓઢાડવો , નહિ તો એક સાદો ચોરસો ઓઢવા માટે પૂરતો છે.
  રૂમનું વાતાવરણ માધ્યમ રાખવું, ઉનાળામાં ધીમો પંખો ચલાવવામાં વાંધો નથી.
  ઘરના થર્મોમીટર થી દિવસમાં ત્રણ કે ચાર વાર તાપ માપી નોંધ કરવી. દર કલાકે તાવ માપવાની જરૂર નથી. તાવની નોંઘ તબીબને રોગનું નિદાન કરવામાં મદદ કરશે.
 • લોહીનો થેલિસીમિયાનો રોગ
  લોહીનો થેલિસીમિયાનો રોગ આજે આખી દુનિયામાં છે. આ રોગ મૂળે મધ્યએશીયાની આર્ય પ્રજાનો છે. જ્યાં જ્યાં આર્યો ગયા ત્યાં ત્યાં આ રોગ લેતા ગયા. આ રોગ મુસલમાન, સિંધી, પંજાબી, રાજસ્થાની તથા ગુજરાતી લોકોમાં વધારે છે. ગુજરાતમાં સોંરાષ્ટ્રવાસી, મોઢ વણિક જૈન તથા અન્ય જ્ઞાતિમાં વધારે છે.
 • થેલિસીમિયાનો રોગ શું છે ?
  મનુષ્યના લોહીમાંના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંગનું દ્રવ્ય આવે છે જે પ્રાણવાયુ લઇ જવાનું કામ કરે છે. થેલિસીમિયાના રોગવાળા બાળકમાં આ હિમોગ્લોબીન ખામીવાળું હોઈ છે. અને પૂરતા પ્રમાણમાં બનતું નથી. તેથી આ રોગવાળા બાળકો હંમેશા ઓછા હિમોગ્લોબીનવાળા ફિક્કા, સફેદ ને નબળા રહે છે.
 • રોગ શી રીતે થાય ?
  થેલિસીમિયાનો રોગ વારસાગત અને જન્મગત છે. થેલિસીમિયાના રોગના બે પ્રકાર છે. નાનો થેલિસીમિયા અને મોટો થેલિસીમિયાના રોગવાળી વ્યક્તિ બહારથી તદ્દન તંદુરસ્ત અને સામાન્ય દેખાય છે, ફક્ત તેનું હિમોગ્લોબીન નવ-દશ ગ્રામ જ હોઈ છે અને ગમે તેટલી દવા કરવા છતાં વધતું નથી. આવી વ્યક્તિ જીંદગીમાં કોઈ તકલીફ પડતી નથી. જયારે નાના થેલિસીમિયાના રોગવાળી બે વ્યક્તિ અજાણતામાં લગ્ન કરે તો તેમના થોડા બાળકો મોયા થેલિસીમિયાના રોગવાળા થાય, કોઈ નાના થેલિસીમિયાના રોગવાળું થાય અને નસીબ હોઈ તો કોઈ તદ્દન તંદુરસ્ત પણ જન્મે। બધું ચાન્સ પાર આધારિત છે.
 • રોગના ચિન્હો :
  આગળ જણાવ્યું તેમ નાના થેલિસીમિયાના રોગવાળાને કોઈ ચિન્હ હોતા નથી. તેમનું હિમોગ્લોબીન થોડું ઓછું હોઈ છે પણ તેઓ સામાન્ય જીવન જીવે છે. મોટા થેલિસીમિયાના રોગવાળું બાળક જન્મે ત્યારે સરસ હોઈ પણ આશરે ચાર મહિના બાદ તેનું હિમોગ્લોબીન ઘટવા માંડે છે, બાળક સફેદ થવા માંડે, મનડું પડે અને ચિડિયું થઇ જાય. તેની બરોળ મોટી થાય છે. અંતે હિમોગ્લોબીન પાંચ ગ્રામથી ઓછું થઇ જાય એટલે લોહી આપવું પડે. બહારનું લોહી બે-ત્રણ મહિનામાં વપરાઈ જતા બાળક ફરી ઢીલું થઇ જાય, માંદુ પડે એટલે લોહી ચઢાવવું પડે. દવાથી લોહી વધતું નથી માટે થોડા થોડા સમયે બાળકને જીવતું રાખવા ફરજીયાત લોહી આપવું જ પડે છે. જો લોહી ન આપો તો બાળક બે થી પાંચ વર્ષ જીવે છે અને લોહી આપ્યા કરો તો પંદર-વીસ વર્ષ જીવે છે, પછી તો અનેકવાર લોહી આપવાના ઘણા રોગો થાય.
 • સારવાર :
  આ રોગ મટાડવાની અકસીર દવા હાજી સુધી દુનિયાભરમાં શોધાઈ નથી.આયુર્વેદ કે હોમિયોપથીમાં પણ નથી. મોટા થેલિસીમિયાના રોગવાળા બાળકોને નીચેનીચરમાંથી કોઈ એક સારવાર આપી શકાય.
  (1) બાળકને લોહી ચઢાવવું નહિ. કુદરતી રીતે જીવવા દેવું. તેનું આયુસ્ય હશે તેટલું જીવશે.
  (2) બાળકનું દર અઠવાડિયે હિમોગ્લોબીન ચેક કરવું. જેવું 10 ગ્રામની નીચે જાય કે તુરંત લોહી ચઢાવવું. લાંબા ગાલે આ પદ્ધતિમાં લોહી ઓછું જોઈશે અને બાળકના વૃદ્ધિ વિકાસ સારા થશે. લોહીમાંનું લોહતત્વ શરીરમાં વધુ માત્રામાં જમા થઇ નુકસાન ન કરે તે માટે તેને કાઢવા માટે કેલફર નામની દવા દરરોજ હંમેશા માટે લેવી. આ પદ્ધતિનો સારવાર ખર્ચ મહિને આશરે બે હજાર રૂપિયા થાય.
  (3) બાળકનું હિમોગ્લોબીન ખુબ ઓછું થાય ત્યારે છૂટક, ત્રુટક કોઈ કોઈવાર લોહી ચઢાવવું. આ પદ્ધતિમાં બાળક જીવતું રહેશે પણ તેનું શરીર સારું નહિ રહે.
  (4) બાળક બે વર્ષની અંદરનું હોય, બહુ લોહી અપાયું ન હોય અને તેના કોઈ સારા ભાઈ-બહેન આપવા તૈયાર હોય તો અસ્થિમજ્જા રોપણ એટલે કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. જો સફળ જાય તો આવા બાળકો સારા થઇ જાય છે અને તેમને લોહી આપવાની જરૂર રહેતી નથી. હાલમાં આ સારવારનો ખર્ચ દસ લાખ રૂપિયા થાય છે.
 • નિદાન :
  દર્દીના ચિન્હો અને કૌટુંબિક ઇતિહાસ પરથી શંકા જાય પણ થેલિસીમિયાના નિદાન માટે લોહીના ટેસ્ટ જરૂરી છે. લોહીનો સડો ટેસ્ટ, જે સી. બી. સી. કહેવાય તેના પરથી સારા પેથોલોજીસ્ટ ડોક્ટરને શંકા આવી શકે. ચાર માસની ઉંમર પછી ફીટલ હિમોગ્લોબિનનો ટેસ્ટ, જો પ્રોઝિટિવ હોય, તો શંકા મજબૂત થાય છે. સો ટાકા સાચું નિદાન કરવા માટે હિમોગ્લોબીન ઇલેક્ટ્રોફોરેસીસ નામનો મોંઘો ટેસ્ટ કરવો જરૂરી છે.
 • અટકાવ :
  મોટા થેલિસીમિયાના રોગની સચોટ, સરળ સારવાર નીકળી નથી અને નીકળે તેવી શક્યતા નથી. આ સંજોગોમાં એક માત્ર ઉપાય એ છે કે મોટા થેલિસીમિયાના રોગવાળા બાળકોનો જન્મ જ અટકાવવો જોઈએ જેથી તે બાળક દુઃખી ન થાય. આ માટે આટલું કરી શકાય :
  (1)જે કુટુંબમાં મોયા થેલિસીમિયાવાળું બાળક હોય તે કુટુંબના બધા સારા દેખાતા સભ્યોએ ખાસ કરીને તેના ભાઈ-બહેન, મામા, માસી તથા કાકા અને તેમની સંતતિનું નાના થેલિસીમિયાનો રોગ માટે ટેસ્ટ કરાવી લેવો.
  (2) નાના થેલિસીમિયાના રોગવાળાએ બને ત્યાં સુધી એકબીજાને પરણવું નહિ. (મંગલ અને અન્ય ગ્રહની કુંડળી જોવા કરતા આ જોવું લાભદાયી છે.)
  (3) મોટા થેલિસીમિયાવાળું બાળક જન્મે તો વધુ ચાન્સ ન લેતા કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવું. માં-બાપની કોઈપણ સારવારથી તેમનો નેનો થેલિસીમિયાનો રોગ જતો નથી અને કોઈ ફેર પડતો નથી.
  (4) જો બાળક જોઈતું જ હોય તો સ્ત્રી-ગર્ભવતી થાય ત્યારે બીજા-ત્રીજા મહિનાની વચ્ચે મુંબઈમાં ગર્ભપરીક્ષણ દ્રારા અંદરના બાળકને રોગ છે કે નહિ તે જાણી શકાય છે. રોગ હોય તો ગર્ભપાત કરાવવો, ન હોય તો બાળકનો જન્મ થવા દેવો.
 • 102 સુધીનો તાવ
  102 સુધીનો તાવ દવાક કે પોતાથી કૃત્રિમ રીતે ઉતારવાની જરાપણ જરૂર નથી. ક્રોસીન, મેટાસીન જેવી દવા તાવમાં તાત્કાલિક થોડો સમય રાહત આપવા માટે શોધાઈ છે. તેનાથી તાવ પણ નહિ જાય અને રોગ પણ નહિ જાય તેના વારંવાર ઉપયોગ થી રોગ લંબાઈ છે અને નિદાનમાં તકલીફ પડે છે. પોતા પણ થોડા સમયની રસહ માટેજ હોય છે. પોતા મુકવા કરતા સાચી રીત એ છે કે બાળકના કપડાં કાઢી ચાલુ પાણીથી શરીરે સાધારણ ભુની કરી તેને ફૂલ પંખા નીચે સુવડાવવું. ઠંડા કે બરફના પાણીનો ઉપયોગ કદી કરવો કરવો નહિ, તેમાં જોખમ છે. તેનાથી ચામડી ઠંડી લાગશે પણ શરીર ની અંદરનો તાવ વધશે.
  છ માસથી છ વર્ષની અંદરના બાળકનું મગજ કુમળું હોવાથી ઘણીવાર મગજ પાર તાવ ચડી જવાથી ખેંચ આવે છે. જો એવું થાય તો ગભરાયા વગર તેને ઊંધું પેટ પાર સુવડાવી, કપડાં કાઢી, સદા પાણીથી શરીર ભીનું કરી ફૂલ પંખા નીચે સુવડાવવું. સાદી તાવની ખેંચ પાંચેક મિનિટમાં આપો આપ બંધ થઇ જાય છે. અને થોડી વાર માં બાળક પેહલા જેવું થઇ જાય છે. તાવની ખેંચ બિનહાનિકારક છે. અને કોઈ લાંબી દવાની જરૂર નથી. ખેંચ નો આધાર કાયા રોગનો તાવ છે તેના પર નથી પરંતુ તાવ કેટલી ઝડપથી વધે તેના પર છે. જો ખેંચ લાંબી ચાલે, વારંવાર આવે કે બાળક ભાનમાં ન આવે તો ખોળામાં ઊંધું સુવડાવી ડોક્ટરને ત્યાં નજીકની હોસ્પિટલ માં લઇ જવું. પાવ સાથે બીજી શી ફરિયાદ છે, તે જણાવવાથી નિદાન જલ્દી થાય છે.
 • તાવમાં ડોક્ટરની દવા :-
  તાવમાં બાળક હસતું - રમતું હોય ઊંઘતું હોય, ઝાડો - પેશાબ બરાબર કરતુ હોય, ખાતું હોય અને મનડું ન હોય, તો દવા કરવાની ઉતાવળ કરવી નહિ. જો બાળક કણસતું હોય, તેનો શ્વાસ ઝડપી ચાલતો હોય કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, ભાન માં બરાબર ન હોય ચામડી પાર કળા ડાઘ પડ્યા હોય, તાળવું ફૂલી ગયું હોય તો ખુબ બેસી ગયું હોય, પેટના દુખાવા સાથે ઉલ્ટી થતી હોય અને બાળક મનડું લાગતું હોય તો તુરંત જ યોગ્ય દવા ચાલુ કરવી હિતાવહ છે.
  બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું હોય અને તાવ આવે તો ફક્ત સીસ્ટરને જાણ કરી તાવ ટેમ્પરેચર ચાર્ટ પાર નોંધ કરાવવી પણ જેટલી વાર તાવ આવે તેટલીવાર દવા લેવાનો કે લખાવવાનો આગ્રહ રાખવો નહિ. સિવાય કે તાવ ખુબ વધુ હોય, તાવ કેટલો આવે, કેટલા કલાક રહે, કેવી રીતે ઉતરે વિગેરે માહિતીથી તમારા બાળકના ડોક્ટરને નિદાન કરવામાં સરળતા થશે.
  તાવમાં ડોક્ટર કયારે બદલવા એ નાજુક પ્રશ્ન છે. જો તાવ વારંવાર આવતો હોય, લાંબા વખતથી ચાલતો હોય, કે દર્દીની પરિસ્થિતિ કથળતી જતી હોય તો બીજા મોટા ડોક્ટરનો અભિપ્રાય લેવા માટે તમે તમારા ડોક્ટરને સૂચન કરી શકો છો, પણ જાતે જાતે ઉતાવળે અકળાઈને એક-બે દિવસમાં ડોક્ટર બદલવાથી યોગ્ય દવા થતી નથી, નિદાન મુશ્કેલ બને છે, કેસ ચૂંથાય છે અને પૈસા વધુ ખર્ચાય છે.
  અંતે તાવની બાબતમાં બે નો સુવર્ણ નિયમ અપનાવવા જેવો છે, તાવ આવ્યા પછી બીજા દિવસે દવા માટે જવું. 102 ડિગ્રી સુધીના સાદા તાવની ચિંતા કરવી નહિ કોઈ પણ દવાની અસર માટે બે દિવસ રાહ જોવી, તાવ સારો થયા બાદ બે દિવસ દવા ચાલુ રાખવી અને એક તાવમાં બે ડોક્ટર બસ!
 • બાળકોના શરદી – ખાંસી
  દરેક નાના બાળકને વર્ષમાં ચાર-પાંચ વખત શરદી-ખાંસી થાય તે સ્વાભાવિક છે. શરદી-ખાંસીના રોગથી આમ તો બાળકને કે તેની તંદુરસ્તીને ખાસ નુકસાન થતું નથી. માટે તબીબી દ્રષ્ટિએ તે બહુ મહત્વનો રોગ નથી. કમનસીબે આ સામાન્ય રોગ વિશેની માતા-પિતાની ગેરસમજ, ગભરાટ, અજ્ઞાત તથા જૂની અને ખોટી પ્રચલિત માન્યતાનો કારણે ઘણીવાર બાળકને રોગ કરતા ખોટી સારવારથી સહન કરવું પડે છે અને માં -બાપને નાહકની મોંઘી દવા તથા ડોક્ટરનો ખર્ચ ભોગવવો પડે છે. આ પત્રિકામાં શરદી-ખાંસી વિશે સામાન્ય માણસને ઉપયોગી એવી વૈજ્ઞાનિક માહિતી આપવામાં આવી છે.
 • શરદી - ખાંસી કેવી રીતે થાય છે ?
  બાળકના શરદી-ખાંસીના રોગ મોટાભાગે વાયરસથી થાય છે અને તે ખુબ ચેપી છે. ઘરમાં એક વ્યક્તિને થાય એટલે તેના સંપર્કમાં આવનાર બાળકને થાય. કેટલાક બાળકોને મોટા શહેરની પ્રદુષણવાળી હવા માફક નહિ આવવાથી વારંવાર શરદી-ખાંસી થાય છે. આમ ગીચ વસ્તી અને પ્રદુશનવાળી હવા બાળકોના શરદી-ખાંસી માટે જવાબદાર છે. તેથી ગામડામાં શરદી-ખાંસી ઓછી અને શહેરમાં વધુ થાય છે. નાના બાળકો, નબળા બાળકો અને મોટી માંદગીવાળા બાળકોને શરદી-ખાંસી વધુવાર થાય છે. ઘણાને જાણીને નવાઈ લાગશે કે ખાંડ , ગ્લુકોઝ , દહીં , ચાસ , કેળા , આઈસ્ક્રિમ , ઠંડુપાની કે ઠંડા પીણાંથી શરદી-ખાંસી થતા નથી. દાંત આવવાથી કે માતાના ખોરાકથી પણ બાળકને શરદી-ખાંસી થતા નથી. પંખા કે એસીની હવા હાનિકારક નથી. આ બધી ખોટી માન્યતા છે અને તેને લઈને કેટલીક ભણેલી માતા પણ પોતાના બાળકને મનપસંદ ભાવતો પ્રોસ્ટિક ખોરાક આપતી નથી. શરદી-ખાંસી માટે હવા અને વાતાવરણ જવાબદાર છે. કોઈ ખોરાક જવાબદાર નથી.
 • શરદી-ખહસીના ચિન્હો ?
  બાળકને પ્રથમ તાવ આવે છે જે આપ મેળે એક-બે દિવસમાં ઉતરી જાય છે. તાવ ઉતાર્યા પછી બાળકનું નાક લાલ ગળવા માંડે છે અને સહે ભીની ખાંસી સારું થાય છે તથા ગળામાંથી ખૂ...ખૂ... અવાજ આવે છે. ખાંસી પાંચ-છ દિવસ કફ નીકળી ન જાય ત્યાં સુધી ચાલુ અને પછી મોટા ભાગના બાળકો સારા થઇ જાય છે. કોઈકવાર શરદી-ખાસીમાંથી કાં પાકે, ન્યુમોનિયા થાય છે કે સસણી થાય છે, શરદી-ખાસીમાંથી થતા આ બીજા રોગ થોડા જોખમી છે.
 • શરદી-ખાંસી થાય ત્યારે શું કરવું ?
  મોટા ભાગની શરદી-ખાંસીના રોગ એલરજી કે વાયરસથી થતા હોવાથી તેને મટાડવાની ખાસ અકસીર દવા હાજી સુધી શોધાઈ નથી, દવા કરો કે ન કરો, મોટા ભાગની શરદી-ખાંસી અઠવાડિયામાં માટી જાય છે. બજારમાં મળતી ઘણી ખરી દવાઓ દર્દીને ફક્ત તાત્કાલિક રાહત આપે છે. એન્ટિબાયોટિક દવાઓ, સ્ટોન્ગ કફ મિક્સર તથા સ્ટીરોઈડ જેવી દવા તો શરીરને નુકશાન કરે અને રોગને લંબાવે છે માટે તેનો ઉપયોગ તદ્દન ઓછો થવો જોઈએ. બાળકોને જરાક શરદી-ખાંસી થઇ એટલે દવા પાવાની ટેવ બહુ સારી નથી.

  ઘરગથ્થુ ઉપાયો જેવા કે મોઢા અને પેટ અજમો લગાડવો , છાતી પાર લેપ લગાડવો. પરંપરાગત રીતે છાતી , પેટ પાર ખડ કરવી, વિક્સ ઘસવું કે બાળકને વધુ પડતા ગરમ કપડામાં વીંટાળવાથી પણ ખાસ ફાયદો થતો નથી. શરદી-ખાંસી થાય ત્યારે બાળકને ઘરમાં આરામ કરાવવો। સાદું પાણી વધારે આપવું. તેનો રોજિંદો ખોરાક ચાલુ રાખવો અને શક્ય હોય તો સાદી વરાળનો બાફ આપવો. ખાંસી વધુ હોય અને કફ નીકળતો ના હોય તો દિવસમાં બે-ત્રણવાર બાળકનું માથું નીચે અને પૂંઠ ઉંચી રાખી, બરડા પાર પોલ હાથે હળવેથી થાબડવું જેવી કફ સરળતાથી નીકળી જાય. જો નાક બંધ થઇ જાય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો સદા પાણીના બે-ત્રણ ટીપા અને નસ્કોરામાં મૂકી રૂ લગાડેલી દીવાસળીથી સાફ કરવું પણ નાકમાં ટીપાંઓ ઉપયોદ હિતાવહ નથી.
 • દવા ક્યારે કરવી ?
  જો બાળકને સાધારણ શરદી-ખાંસી હોઈ પણ તે હસતું રમતું હોય, ખાતું હોય તેને તાવ ન હોય તો દવા કરવાની જરૂર નથી. પણ જો બાળકને તાવ વધુ પડતો રહેતો હોય, શ્વાસોશ્વાસ ઝડપથી ચાલતો હોય કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, બાળક કણસતું હોય, માંદુ દેખાતું હોય, ખાતું, ઊંઘતું અટકી ગયું હોય તો ડોક્ટરને અવસ્યં બતાવવું. શરદી-ખાસીમાંથી કાન પાક્યો હોય, ન્યુમોનિયા થયો હોય તો દવા કરવી. જે બાળકને શરદી-ખાંસી લાંબી ચાલતી હોય કે જેને વારંવાર શરદી-ખાંસી થતી હોય તેની તાપસ પણ જરૂર કરાવવી.
 • શરદી-ખાંસી અટકાવવા શું કરવું ?
  શરદી-ખાંસી થતી અટકાવવા માટેની કોઈ રસી કે દવા હાજી શોધાઈ નથી. જો બાળકનું વજન સારું હોય, હિમોગ્લોબીન બાર ગ્રામ હોય અને તે જો તે ચોખ્ખી ગરમ સૂકી હવામાં રહેતું હોય તો તેને શરદી-ખાંસી ઓછા થશે. નાના બાળકોને શરદી-ખાંસીવાળી વ્યક્તિથી હંમેશા દૂર રાખવું જોઈએ અને ઘરમાં મોટા માણસોએ પણ મોઢા પાર રૂમાલ રાખીને ખાંસી ખાવાની ટેવ પાડવી જોઈએ અને બાળકની નજીકથી ધુમ્રપાન કરવું જોઈએ નહિ. બાળકોને સ્કૂટર પર આગળ ઉભા રાખવા નહિ. જાહેર પ્રસઁગો જેવા કે લગ્ન , પાર્ટીમાં , અનિવાર્ય ન હોય તો બાળકોને લઇ જવાનું ટાળવું જોઈએ. બાળકો સાથે વારેવારે મુસાફરી કરવી નહિ. કોઈ હોસ્પિટલમાં, બાળકોને મુલાકાતી તરીકે લઇ જશો નહિ.
 • સસણી
  એલરજીની વિશિષ્ટ પ્રકૃતિવાળા ઘણા નાના બાળકોને શરદીમાંથી સસણી થઇ જાય છે. સાસણીમાં મોટા ઉધરસ જેવી સૂકી ખાંસી રાત્રે વધારે આવે છે. તે ઉપરાંત બાળક રડે ત્યારે, હશે ત્યારે કે ખુબ દોડાદોડી કરે ત્યારે ખાંસી ચડે અથવા હાફ ચઢે છે. કોઈને હાફ વધારે તો કોઈને ખાંસી વધારે. સસણીમાં બાળક તથા માં-બાપ બંને ખુબ હેરાન થાય છે. આ રોગ આશરે પાંચ-સાત દિવસ ચાલે છે તે ચિંતાકારક છે પણ બહુ હાનિકારક નથી. સસણીના હુમલામાં સામાન્ય રીતે બાળકની ઉમ્બરના સાત મહિના પછી ચાલુ થાય છે અને પાંચ-સાત વર્ષ સુધી થાય છે. હવાના વધતા પ્રદુશણને લઈને ચાર-પાંચ મહિનાની ઉંમર પણ આની શરૂઆત થતી જોવા મળે છે. સસણી સામાન્ય રીતે હવામાં બદલાય ત્યારે થાય છે. ખોરાકથી થાતી નાતી. સસણીવાળા બાળકને ધૂળ-ધુમાડાથી દૂર રાખવું. સસણી મટાડવાની દવા નથી પણ તેમાં રાહત આપનારી દવાઓ છે. સસણીના તીવ્ર હુમલાના બાળકને ઘણીવાર હોસ્પિટલમાં રાખવું પડે છે. પંપથી અપાતી દવા ઘણી રાહત આપે છે, પણ નુકસાન કરે કે આદત પડી જાય તે માન્યતા ખોટી છે.
 • લોહીનો જી. સીક્સ પી.ડી. (G6PD) નો રોગ
  લોહીનો જી.સીક્સ પી.ડી. નો રોગ ઘણા વર્ષોથી આપણે ટુયા છે. પરંતુ તેનું યોગ્ય નિદાન અને જનજાગૃતિ તો 1980 ની સાલ પછી જ થઇ. આ રોગનું આખું નામ ગ્લુકોઝ સીક્સ પ્ફોસ્ફેટ ડીહાઇડ્રોજિનેસ છે. ( Glucose Six Phosphate Dehydrogenase) આટલું લાબું નામ બોલી શકાય નહિ માટે દરેક શબ્દના પેહલા અક્ષરો લઇ " જી. સીક્સ પી.ડી." એવું ટૂંકું નામ બનાવ્યું. આટલું લાબું નામ બોલી શકાય નહિ માટે દરેક શબ્દના પેહલા અક્ષરો લઇ " જી. સીક્સ પી.ડી." એવું ટૂંકું નામ બનાવ્યું
 • રોગ શું છે?
  મનુષ્યના લોહીમાં 1 રૂ. ના સિક્કા જેવા ગોળાકાર લાલ રંગના રક્તકણો આવેલા છે. રક્તકણોનો લાલ રંગ તેમના હિમોગ્લોબીનને લઈને છે. લોહીના એક ટીપામાં આશરે પચાસ લાખ રક્તકણો હોય છે. પ્રત્યેક રક્તકણની અંદર જી.સિક્સ.પી.ડી નામનું દ્રવ્ય છે. આ દ્રવ્ય રક્તકણને જીવિત અને મજબૂત રાખે છે. જો આ દ્રવ્ય ઓછું હોય તો રક્તકણ નબળા બને છે. અને અમુકલ દવાની અસર હેઠળ તુરંત ભાંગી નષ્ટ થાય છે. જયારે રક્તકણો નષ્ટ થાય ટાયરે તેમનું હિમોગ્લોબીન છૂટું પડી પેશાબ વાતે નીકળી જાય. જેથી દર્દી ફિક્કો પડી જાય અને તેનો પેશાબ કાળો થાય. જી.સિક્સ.પી.ડી ની ઉણપવાળા રક્તકણો જો ન ફાવતી દવા ના સંપર્કમાં ન આવે તો કશું થતું નથી. આટલા માટે આપણા પર્વજોમાં આ રોગ હતો પરંતુ તેઓ આવી દવા ભાગ્યેજ લેતા માટે તેમને કશું થતું નહિ.
 • રોગી શી રીતે થાય ?
  આ રોગ વારસાગત છે. રોગનો ગન માણસના 'ક્ષ' નામના જતી નક્કી કરતા રંગસૂત્ર પાર છે. તેથી તે સ્ત્રી-પુરુષ બંને ને થાય છે. સામાન્ય રીતે પુરુષોમાં સ્ત્રીઓ કરતા આ રોગની તીવ્રતા વધુ હોય છે. જો લગ્ન કરનાર સ્ત્રી-પુરુષમાંથી ગમે તે એકમાં આ રોગનો ગન હોય તો તેમના પચાસ ટકા બાળકોને આ રોગ થવાની શક્યતા છે. અને બંને ને આ રોગ હોય તો લગભગ પંચોતેર ટાકા બાળકોમાં આ રોગ ઉતારવાની શક્યતા છે.
 • નિદાન :-
  જો કોઈ વ્યક્તિનું અચાનક લોહી ઉડી જાય, હિમોગ્લોબીન ઓછું થાય અને પેશાબ કાળો થાય તો જી.સિક્સ.પી.ડી ની ઉણપની શંકા જાય. આ રોગનું પાકું નિદાન કરવા માટે લોહીનો ખાશ ટેસ્ટ કરવો પડે. આ ટેસ્ટની કિંમત રૂ.60 થી 75 જેટલી થાય છે. આ ટેસથી વ્યક્તિમાં જી.સિક્સ.પી.ડી ની ઉણપ છે છે કે નહિ તેટલું જ ખબર પડે છે. કેટલા ટાકા ઉણપ છે તે ખબર પડતી નથી. દર્દીને લોહી અપાયું હોય કે તેનું લોહી નષ્ટ થયું હોય ત્યારપછી તુરંત ટેસ્ટ કરવામાં આવે તો કોઈકવાર રિપોર્ટ ખોટો આવે છે. જયારે કોઈ વ્યક્તિને જી.સિક્સ.પી,ડી ની ઉણપ ખબર પડે ત્યારેtena માં-બાપ, કાકા,મામા,માસી તથા ભાઈ-બહેનોના રિપોર્ટ પણ કઢાવવા સલાહ ભરેલું છે.
 • રોગના ચિન્હો :-
  નવા જામનેલા બાળકને જી.સિક્સ.પી.ડી નો રોગ હશે અને તેને અજાણતામાં વિટામિન 'K’ નું ઇન્જેકસન અપાશે તો તીવ્ર કમળો થઇ જશે. બાળકો કે મોટી ઉંમરની વ્યક્તિ ન ફાવતી દવા લેશે કે તેવા રસાયણના સંપર્કમાં પણ આવશે તો લોહી ઓછું થઇ પેશાબ કાળો થઇ જશે. આ સિવાય આ રોગના કોઈ ચિન્હો કે તકલીફ નથી. ઓછી ઉણપવાળાને ઓછા ચિન્હો હશે કે તકલીફ નહિ પણ થાય.
 • રોગની સારવાર :-
  આ રોગ માટે કોઈ દવાની સારવાર નથી. નવા જન્મેલા બાળકને તીવ્ર કમળો થાય તો બાળકના ડોક્ટર હસ્તક તેને લાઈટની કે લોહી બદલવાની સારવાર આપવી. મોટી વ્યક્તિનું લોહી ઉડી જાય ત્યારે હોસ્પિટલમાં દાખલ કરી ખુબ પ્રવાહી આપવું અને તાજા લોહીના જરૂર પ્રમાણે બાટલા ચઢાવવા સામાન્ય રીતે દર્દીના નજીકના સગાનું લોહી તેને આપવું નહિ, કદાચ તેને પણ જી.સિક્સ.પી.ડી નો રોગ હોય.
 • અટકાવ :-
  આ રોગ મટાડવાની દવા ન હોવાથી આ રોગવાળા બાળકો જ ઓછા જન્મે તેજ હિતાવહ છે. જો પારસી અને પ્રજાપતિ કોમની વ્યક્તિ જાત બહાર લગ્નો કરે તો રોગોનું પ્રમાણ ઘટશે. જો અંદરોઅંદર લગ્ન કરવાનું ચાલુ રાખે તો એવા રોગીઓનું પ્રમાણ વધશે. જી.સિક્સ. પી.ડી ની ઉણપવાળી બે વ્યક્તિએ બને તો લગ્ન કરવાનું ટાળવું જોઈએ. લગ્ન પેહલા પરંપરાગત રીતે જન્માક્ષર જોવાને બદલે ખરેખર જી.સિક્સ.પી.ડી. છે કે નહિ તે જોવું જોઈએ.
  જો પતિ-પત્ની બે માંથી એક કે બંનેને રોગ હશે તો તેમના બાળકોને આ રોગ થશે. માટે આવા યુગલે બાળકો જ ઓછા ઉત્પન્ન કરવા. બે બાળકો અપચી કુટુંબ નિયોજન કરવું. જેમને જી.સિક્સ.પી.ડી ની ઉણપ છે તેમને નીચેની દવાઓ લેવી નહિ.
  - કલોરોકવીન સિવાયની કોઈપણ મેલેરિયન દવા.
  - કલોરોકવીન સિવાયની કોઈપણ મેલેરિયન દવા.
  - ઝાડામાં વપરાતી ફ્યુરોક્ષોન તથા નેલીડિસિક એસિડ.
  - ટાઇફોઈડ વપરાતી ક્લોરમીફેકોલ નામની દવા.
  - મૂત્રરોગમાં વપરાતી ફયુરાડેન્ટિન નામની દવા.
  - મોઢાને ગુમડા પાર લગાડવાની ભૂરી, મેથેલીન બ્લુ દવા.
  - નવા જન્મેલા બાળકને અપાતું વિટામિન' કે' નું ઇન્જેકસન.
  - હૃદય રોગમાં વપરાતી કવીનીડીન દવા.
  - લેપ્રેસી (કૃષ્ટ રોગ ) દવા.
  - ઘરમાં વંદા મારવા સામાન્ય રીતે વપરાતી સફેદ ડામરની ગોળીને અડવું નહિ કે સુંઘવી નહિ.
  - મહેંદી મુકવી નહિ.
  અચાનક તકલીફમાં ન મુકાવાય તેટલા માટે બધા જી.સિક્સ.પી.ડી ના રોગવાળા દર્દીઓએ લોહીનું ગ્રુપ કઢાવી રાખવું. પાકીટમાં કાર્ડ રાખવો અને બને ત્યાં સુધી નાની નજીવી માંદગીમાં બિનજરૂરી ભારી દવા લેવી નહિ.
 • ગેસ્ટ્રો રોગ વિષે સામાન્ય માહિતી
  સુરત શહેર તેની આજુબાજુના વિસ્તારમાં 2 વર્ષની અંદર બાળકોને 'ગેસ્ટ્રો' તરીકે ઓળખાતો એક ખાસ પ્રકારના ઝાડા-ઉલ્ટીના રોગ બહુ વ્યાપક છે. આમ તો રોગના કેસો આખા વર્ષ દરમ્યાન થયા કરે છે. માર્ચ-ઓગસ્ટ અને નવેમ્બર મહિનામાં તેના કેસો ઘણા જ વધારે પ્રમાણમાં થાય છે. આ રોગ વિષે દરેક માં-બાપમાં પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. જેથી તેઓ રોગોને જલ્દી પારખી શકે અને બાળકોને સમયસર સાચી સારવાર આપી અને ગંભીર માંદગીમાંથી બચાવી શકે અને ખોટી દવા ન કરે.
 • ગેસ્ટ્રો શાથી થાય?
  ગેસ્ટ્રો ખુબ ચેપી અને ફેલાતા વાયરસથી થતો રોગ છે. આ વાયરસ, દૂધ-પાણી , ખોરાક, હવા તથા દર્દી સાથેના સીધા કે આડકરતા સંપર્કથી ફેલાય છે. જયારે વધારે પડતા વાયરસ નાના બાળકના પેટમાં જાય ટાયરે ગેસ્ટ્રોનો રોગ થાય છે. ગેસ્ટ્રોન રોટા વાયરસની રસી પરદેશમાં મળે છે અને ટૂંક સમયમાં આપણે ત્યાં મળતી થશે.
 • ગેસ્ટ્રો કોને કહેવાય ?
  ગેસ્ટ્રો શૂન્ય થી ત્રણ વર્ષના બાળકોમાં ખાસ જોવા મળે છે. બહારનું દૂધ પિતા, નબળા, ગીચ અને ગંદા વિસ્તારમાં રહેતા તથા પરદેશથી આવેલા બાળકોમાં ખાશ થાય છે.
 • ગેસ્ટ્રો ના ચિન્હો
  નાના બાળકને સૌ પ્રથમ એકાદ દિવસ જેવું લાગે અને ત્યારબાદ ઉલ્ટી ચાલુ થાય છે. બાળક દૂધ કે પાણી જે કાંઈ પીએ તે ઓકી નાખે છે. ત્યારબાદ ટ્રીટમેન્ટ થી કે આપોઆપ ઉલ્ટી બંધ થાય છે, ઝાડા ચાલુ થાય છે. ઝાડા પ્રથમ મળ અને પાણી બંને હોય છે. (કૂચ પાણી જેવા ઝાડા થાય ) પરંતુ જેમ રોગની તીવ્રતા વધતી જાય છે તેમ મળનુ પ્રમાણ ઓછું થાય છે. અને ફક્ત પીળી પાણીની પિચકારી જેવા વાંક માર્ટા ઝાડા થાય છે. સામાન્ય રીતે તેમ ચિકાસ તે લોહી હોતું નથી. બાળકના શરીરમાંથી વધારે પાણી નીકળી જતા તે અશક્ત થઇ જાય છે. તેને પેશાબ ઓછો થાય છે. તેની આંખો ઊંડી ઉતારી જાય છે, તાળવું બેસી જાય, જીભ સુકાય જાય અને તાવ આવે છે. કોઈને ઉલ્ટી વધારે અને ઝાડા ઓછા થાય, જયારે બીજા બાળકોને ઉલ્ટી ઓછી અને ઝાડા વધારે થાય છે.
 • ગેસ્ટ્રો ની સારવાર
  ગેસ્ટ્રોની શંકા જતા બાળકને આ પ્રાથમિક સારવાર આપવી
  (1) ધાવતા બાળકનું ધાવણ બંધ કરવું નહિ.
  (2) બાળકને ભૂખ્યું રાખવું નહિ. હલકો ખોરાક આપતા રેહવું.
  (3) બાળકને પુષ્કળ પ્રવાહી આપવું. શ્રેષ્ઠ ઓ.આર.એસ. છે. 1 લિટર સદા ચોખ્ખા પાણીમાં (મિનરલ વોટરની બાટલી ) 1 મોટું પડીકું બનાવેલું પાણી થોડા થોડા સમયે આપતા રેહવું. ઓ.આર.એસ.ન મળે કે બાળક પીવે નહિ તો થોડું મીઠું અને ખાંડ નાખી ઝીણી પાતળી છાસ ભાતનું ઓસામણ તરીકે લીંબુ શરબત આપવું. મુસાફરીમાં તૈયાર સોફ્ટ ડ્રીંક પણ આપી શકાય.
  (4) બાળકને પ્રવાહી કે ખોરાક આપતા તુરંત ઝાડો થાયto ગભરાવું નહિ.
  (5) ગેસ્ટ્રોની ઉલ્ટી પાર સામાન્ય દવાની અસર થતી નથી.
  (6) ગેસ્ટ્રોની રોગ સામાન્ય રીતે 3 થી 5 દિવસ ચાલે છે. મંદ કેસમાં ઉપરના પગલાં પૂરતા થશે, માધ્યમ કેસમાં તમારા ડોક્ટરની સલાહ લેવી.
 • નીચેના ચિન્હો દેખાય તો બાળકને હોસ્પિટલ માં દાખલ કરવું
  (1) સતત વધારે તાવ રેંજતો હોય.
  (2) ઉલ્ટી ચાલુ રહે અને પેટમાં કશું તાકતું ન હોય.
  (3) પેશાબ તદ્દન ઓછો થઇ ગયો હોય.
  (4) વારંવાર મોટા પાણી જેવા ઝાડા થતા હોય.
  (5) બાળકના શરીરમાં પાણી ઘટી ગયું હોય અને તદ્દન ઢીલું થઇ ગયું હોય.
  (6) ચાર માસની અંદરનું બહારના દુધવાળું નબળું બાળક હોય, જો બાળક હસતું,રમતું, ચંચળ હોય તેને તાવ-ઉલ્ટી ન હોય અને ખાતું -પીતું હોઉં તો તેના ઝાડની ચિંતા કરવી નહિ.
 • ગેસ્ટ્રો કઈ રીતે અટકાવવો?
  (1)ગેસ્ટ્રોનાં રોગ ચેપી હોવાથી ગેસ્ટ્રોના દર્દી અને તેની સંભાળ લેનાર વ્યક્તિ તમે તામ્ર બાળકને દૂર રાખજો. આપણે ત્યાંનો ખબર લેવા જવાનો રિવાજ રોગના ફેલાવામાં મદદ કરે છે.
  (2) માતાનું ધાવણ ગેસ્ટ્રોન રોગ સામે ઘણું રક્ષણ આપે છે.
  (3) બાળકને બહારનું દૂધ-પાણી ખુબ સ્વાછતાથી આપવું.
  (4) બાળકને ખવડાવતા પેહલા સાબુથી તમારા અને બાળકના હાથ ધોવા અને ચમચીથી બાળકને ખવડાવવું. જે ઘરમાં વારંવાર હાથ ધોવા સાબુ વધારે વપરાય ત્યાં ગેસ્ટ્રો ઓછો થાય છે.
  (5)બાળકને મળ-પેશાબ બહાર ન પડે તેવા જાડા લંગોટ પહેરાવવા.
  (6)નાના બાળક જોડે બહુ મુસાફરી કે સામાજીક પ્રસંગોમાં જશો નહિ અને જવું પડે તો દૂધ-ખોરાક-પાણીની કાળજી રાખવી.
 • નાના બાળકના આહાર વિશે સામાન્ય માર્ગદર્શન
  ઘણાં વર્ષોથી સામાન્ય લોકોમાં એવી માન્યતા છે કે નાના બાળકને પ્રથમ વર્ષમાં દૂધ જ આપવું અને બાળક ચાલતાં શીખે પછી જ ખોરાક આપવો. આ જૂની માન્યતા છે. આધુનિક બાળ ઉછેરમાં બાળકના સર્વાગી વિકાસ અને મજબુત બાંધા માટે બાળકને પાંચ-છ મહિનાની ઉંમરથી વિવિધ ખોરાક ખાતા શીખવવામાં આવે છે, તે પહેલા ખોરાક આપવો જરૂરી નથી.
 • નાના બાળકને શા માટે ખવડાવવું?
  ૧. મોટું બાળક તંદુરસ્ત, જાડું, હૃષ્ટપુષ્ટ બને તે માટે તેની જિંદગીના પાયાના પહેલાં બે વર્ષમાં પૂરતો ખોરાક આપવો જોઈએ.
  ૨. બાળકનું પોણા ભાગનું મગજ બે વર્ષમાં ખીલે છે. મગજના યોગ્ય અને પૂરતા વિકાસ માટે ખોરાક જરૂરી છે, અપૂરતા ખોરાકવાળું બાળક પાછળથી કોઈક વાર મંદબુદ્ધિનું રહી જાય છે.
  ૩. બાળકની પચાસ ટકા ઊંચાઈ પ્રથમ બે વર્ષમાં વધે છે, પૂરતા ખોરાક વગરનાં બાળકો ઠીંગણાં રહી જાય છે.
  ૪. બાળકની રોગપ્રતિકારક શક્તિ પૂરતી ખીલે અને વારંવાર માંદું ન પડે, તે માટે તેને પૂરતો ખોરાક મળવો ખૂબ જરૂરી છે. કહેવત છે કે, ‘નબળાં શરીરમાં નવ રોગો.' બાળક છ માસથી સોળ માસની ઉંમરમાં જ ઝડપથી બધો ખોરાક કુદરતી રીતે ખાતા શીખે છે, ત્યાર પછી બાળકને નવું ખાતાં શીખવવું થોડું અઘરું પડે છે.
 • નાના બાળકને શું ખવડાવવું
  દરેક બાળકનો ખોરાક તેનો સ્વાદ, સ્વભાવ, બાંધો, વૃધ્ધિ-વિકાસ, કુટુંબ પ્રમાણે જુદો હોઈ શકે. બને ત્યાં સુધી બાળકને તેના ઘરમાં બનતો રોજિંદો ખોરાક જ ખાવાની ટેવ પાડવી જોઈએ. બજારું તૈયાર ખોરાક જેવા કે નેસ્ટમ રાઈસ, ફેક્સ, સેરેલેક તથા દૂધમાં નાંખવાના બોર્નવિટા જેવા પાવડર ઘણા મોંઘા પડે છે. એટલું જ નહીં, પણ બિનજરૂરી છે અને પૂરતું પોષણ આપતા નથી. કોઈકવાર માંદગી પછી, મુસાફરીમાં કે ટૂંકા સમય માટે વાપરવા ઠીક છે. બાળકને ખવડાવવાની વિવિધ વાનગીનું સામાન્ય પત્રક નીચે દર્શાવ્યું છે, પણ તેમાં બાળકની રુચિ તથા બાળકના ડૉક્ટરની સલાહ પ્રમાણે યોગ્ય ફેરફાર કરી શકાય છે.
 • જન્મથી પાંચ માસ
  આ સમય દરમિયાન બાળકને ફક્ત માતાનું ધાવણ આપવું જોઈએ. ધાવણ ઓછું પડતું હોય તો ઉપરનું દૂધ સો મિલિલિટર એક ચમચી ખાંડ નાખી પાણી નાંખ્યા વગર, મલાઈ (તર) કાઢ્યા વગર વાટકી, ચમચી વડે આપવું. આ ઉંમરમાં ખોરાક ચાલુ કરવાથી પાછળની જિંદગીમાં તેને ખોરાકની એલર્જી થવાનો સંભવ રહે છે.
 • પાંચમા મહિને
  સીઝન પ્રમાણે મળતાં ચાલુ રોજિંદા ફળોથી ખોરાકની શરૂઆત કરવી. ચીકુ, કેરી, પપૈયું, કેળાં જેવાં ફળો છૂંદીને
  નરમ કરીને અથવા દૂધ સાથે મિક્સરમાં સારી રીતે મેળવીને આપી શકાય. નાસપતી કે સફરજન જેવા કઠણ ફળની છાલ
  કાટી પાણીમાં બાફી નરમ થાય એટલે છુંદીને આપવાં. મોસંબી, દાડમ જેવાં ફળો કે તેના જ્યુસ હિતાવહ નથી. બાળકને ફળ દિવસમાં બે વાર આપવું.
 • છઠ્ઠા-સાતમા મહિને
  દૂધ અને ફળ, ઉપરાંત અનાજની શરૂઆત કરવી. દૂધ-ભાત, દહીં-ભાત, દાળ, ઘી, નરમ ખીચડી, ચોખાની કાંજી, ભડકી, ઘઉંની રાબ, સુજી વગેરે આપી શકાય. દાળના પાણી કે ભાતના ઓસામણમાં બહુ પોષણ નથી. દહીં-છાશ છૂટથી વાપરવાં. ખોરાકને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવવા તેમાં ઘી કે ખાંડ-ગોળ શ્યથી નાંખી ત્રણ વાર ખવડાવવું. આઠમા-નવમા મહિને દૂધ, ફળ, અનાજ પછી બાળકને શાકભાજી ખાતાં શીખવવું. બાફેલા બટાટા, શક્કરિયાં કંદથી શરૂઆત કરી શકાય. એકદમ નરમ કરેલા, વધુ મસાલા વગરનાં રોજબરોજ તાજાં રંધાયેલાં શાકભાજી આપી શકાય. લીલાં પાંદડાંવાળી ભાજીઓ
  જેવી કે મૂળાં, તાંદળજા, મેથી, અરહુચી, પાલક બાળક માટે શ્રેષ્ઠ છે. તેમાં સૌથી વધારે લોહતત્ત્વ અને વિટામિનો આવે છે. બાળકને ખોરાક દિવસમાં ચાર વાર આપવો.
 • દસમા-અગિયારમાં મહિને
  આ મહિનામાં કઠોળની શરૂઆત કરવી. મગ, વાલ, ચણા, વટાણા, અડદની દાળ વગેરે શાક તરીકે અથવા ભાતમાં મેળવીને ખવડાવી શકાય. દાંત આવ્યાથી ચાવવાનું ગમતું હોવાથી બાળકને સાથે સાથે નરમ રોટલી કે રોટલાનો ટુકડોઅથવા પાંઉ આપી શકાય. બાળકને દિવસમાં પાંચ વાર ખવડાવવું.
 • બારમા મહિને
  ચાલ નાસ્તાની વિવિધ વાનગીઓ બાળકને રોજ ખાવા આપવી. મમરા, ધાણી, પોચા ગાંઠિયા, તાજી મીઠાઈ. આઇસક્રીમ, બિકિટ, બટાકાની કાતરી વગેરે સહેલાઇથી આપી શકાય.
 • એક થી બે વર્ષમાં
  આ સમય દરમિયાન બાળકે ઘરમાં બનતો તથા ચાલુ વપરાશનો બજારનો ખોરાક ખાતાં થઈ જવું જોઈએ. બાળકને આ પ્રમાણે ખોરાક આપી શકાય. બાળકને પૂરતું વજન વધે તે માટે
  તેના બધા જ ખોરાકમાં ઘી-તેલ તથા
  ખાંડ-ગોળ વધારે નાંખવાં.
  સવારે દૂધ + બિસ્કિટ અથવા રાબ
  ૧૦ વાગ્યે ફળ + કેળું
  ૧૨ વાગ્યે દાળભાત અથવા ખીચડી-શાક બાળકને પૂરતું વજન વધે તે માટે
  ૩ વાગ્યે ખાંડવાળું દૂધ તેના બધા જ ખોરાકમાં ઘી-તેલ તથા
  ૫ વાગ્યે નાસ્તો (મીઠાઈ-ફરસાણ) ખાંડ-ગોળ વધારે નાંખવાં.
  રાત્રે ખીચડી કે દાળભાત, પોચી રોટલી-શાક
 • બાળકને કેટલું ખવડાવવું :-
  બાળક જાતે ના પાડે, તેને સંતોષ થાય, બરાબર ઊઘ, ખુશખુશાલ રહે તથા દર મહિને ૩૦૦ થી ૪૦૦ ગ્રામ વજન વધે એટલું ખવડાવવું જોઈએ. બાળકનું દર મહિને એક વાર વજન કરવાથી તેને પૂરતો ખોરાક મળે છે કે નહીં તે સહેલાઈથી જાણી શકાય છે. યાદ રાખો કે બાળક બધું ખાય તેના કરતાં વધુ ખાય તે અગત્યનું છે.
 • બાળકના ખોરાકમાં શું ધ્યાન રાખવું :-
  • બાળક આનંદી અને રોગમુક્ત હોય ત્યારે નો છે કે ચાલુ કરવો. થોડા સમય બાળક મોટું ફેરવી લે, હાથની ઝાપટ મારે, ઘૂંકી કાઢે, ઊબકા કરે, ઊલટી કરે તો જતાં પ્રયત્ન ચાલુ રાખવો. પ્રથમ થોડું ખવડાવવું અને પછી ભા. તેમ વધારતા જવું.
  • બાળક થાકેલું હોય, માંદું હોય કે મર્ડમાં ન હોય તો ધાકધમકી કે બળજબરીથી ખવડાવવું નહીં.
  • બાળકને ખોરાક ભારે પડવાથી ઝાડા થતા નથી. અસ્વચ્છ, ગંદો ખોરાક આપવાથી ઝાડા થાય છે. માટે બાળકને હંમેશાં સ્વચ્છ ખોરાક થાળી-વાટકામાં સાબુથી હાથ ધોઈને ચમચીથી આપવો.
  • બાળકને હંમેશાં તાજો, નરમ, ગરમ ખોરાક થાળી-વાટકીમાં રાખીને ચમચીથી ખવડાવવો. ૨ડતા બાળકને છાનું રાખવા હાથમાં ખોરાક આપી દેવાની ટેવ સારી નથી.
  • ખોરાકની સાથે સ્વચ્છ ઉકાળેલું પાણી પૂરતા પ્રમાણમાં આપવું.'
  • બાળક છ માસ પછી મોટું થાય તેમ ધાવણ કે બાટલી વડે દૂધ આપવાનું ઘટાડશો તો જ ખોરાક પ્રત્યે રુચિ કેળવશે.
  • બાળક ભૂખ્યું થઈ ૨ડવા લાગે અને ચીડિયું થઈ જાય ત્યાં સુધી રાહ ન જોતાં તેને સમયસર ખવડાવી દેવું. નાના બાળકને ખવડાવવા કરતાં ખાતાં શીખવવું અને સારી ટેવ પાડવી એ અગત્યનું છે.
 • સગર્ભા બહેનો માટે સૂચનાઓ
  - ગર્ભ રહ્યા પછીથી પહેલા મહિનેથી જ ડોકટરને બતાવવું જરૂરી છે.
  - સાતમાં મહિના સુધી દર મહીને બતાવવું પછી દર પંદર દિવસે અને છેલ્લા મહીને ડોકટરની સલાહ પ્રમાણે બતાવવું.
  - આમાંની કોઈપણ તકલીફ થાય તો ડોકટરને તાત્કાલિક બતાવવા આવવું. પગે સોજો આવે, લોહી કે પાણી પડે, બાળક ફરકવાનું ઓછુ કે બંધ થાય, માથું દુઃખે, આંખે ઓછુ દેખાય, અંધારા આવે, પેશાબ ઓછા પ્રમાણમાં થાય, શ્વાસ ચડે, ખેંચ આવે, પેટમાં દુ:ખાવો ઉપડે . સગર્ભાવસ્થા દરમ્યાન કોઈપણ દવા ડોકટરને પુછ્યા વગર લેવી નહીં.
  - ટીટેનસના બે ઈન્જેકશન મહિના-મહિનાના અંતરે મુકાવવા.
  - તાજા પૌષ્ટિક ખોરાક જેવા કે કઠોળ, દુઘ, લીલા શાકભાજી, ગોળ ફ્રુટ વગેરે વધુ પ્રમાણમાં લેવા.
  - સગર્ભાવસ્થા દરમ્યાન મનને પ્રફુલ્લિત રાખવું, ખુલતા કપડા પહેરવા, રોજ થોડુ ચાલવું, હળવી કસરત કરી શરીર સશકત રાખવું, ચોખ્ખાઈ રાખવી.
  - ચેપી રોગના દર્દીથી દુર રહેવું, દરરોજ રાત્રે આઠ કલાક અને બપોરે બે કલાક ઊંઘ લેવી.
  - ગર્ભવતી સ્ત્રીઓને પહેલા ત્રણ મહિના અને છેલ્લા બે મહિના સંયમ પાળવો.
  - સુવાવડ વખતે દાખલ તથી વખતે એક પુરૂષ વ્યક્તિ સાથે રાખવી. સાથે કપડા-વાસણ તથા રોજબરોજની અન્ય ચીજો સાથે લાવવી.
 • પ્રસુતિ બાદ
  - માં નું દુઘ બાળક માટે શ્રેષ્ઠ આહાર છે. સુવાવડ પછી તરત જ બાળકને ધવરવાનું ચાલુ કરો.
  - બાળકને સ્વચ્છ રાખવું અને જુદા જુદા માણસોને રમાડવા માટે આપો નહીં. એનાથી બાળકને ઇન્ફેકશન લાગવાનો ભય રહે છે.
  - બાળકની આંખમાં કાજલ કે કાનમાં ટીપું નાખવું નહીં.
  - બાળકને ઘી-ગોળની ગળથુથી આપવાની જરૂર નથી.
  - પેટનો ફુલાવો ન થાય તે માટે નિયમિત કસરત કરવી.
  - દરેક વખતે બાળકને સ્તન સાફ કરીને સ્તનપાન કરાવવું.
  - માંને ટાંકા હોય તો પણ શેક આપી શકાય છે.
  - ટાંકા પાણીથી પાકતા નથી પરંતુ મેલ લાગવાથી પાકે છે, માટે સ્વચ્છતા રાખો અને મલમ લગાડો.
  - બાળકના જન્મ વચ્ચે યોગ્ય અંતર રાખવા સુવાવડના દોઢ માસ બાદ કોપર-ટી મુકાવવા આવવું.
  - સ્તનમાં દુઃખાવો, તાવ અથવા દુધનો ભરાવો થાય તો ડોકટરનો તાત્કાલિક સંપર્ક કરવો.
  - બાળકને સમયસર બધી જ રસી મુકાવવી.
  - બાળકની સંપુર્ણ તપાસ બાળકના ડોકટર પાસે કરાવવી તથા બાળકને કોઈપણ તકલીફ તથા ડોકટરનો સંપર્ક કરવો.
 • સૂચનાઓ:-
  - - જે દવાઓ માફક નથી આવતી અથવા રીએક્શન આવે છે તે દવાના નામો ડોકટરને જણાવી દેવા.
  - કોઈપણ દવાનું રિએકશન આવવુ અને માફક ન આવવી તે શરીરની તાસીર (ઘડતર) પર આધારિત છે તે માટે ડોકટર કે સ્ટાફ જવાબદાર નથી.
  - કોઈપણ દવા અનુકુળ ન આવે તો તુરંત ડોકટરને વાત કરવી.
  - દવા ડોકટરને બતાવી ને જ વાપરવી.